સલાયાની સરકારી હોસ્પિટલમાં માસ્ક વિતરણ કરાયું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રઘુવંશી કાર્યકર અને સલાયા શહેર ભાજપ મહામંત્રી ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભૂવા) દ્વારા સલાયા રેફરલ હોસ્પિટલમાં ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફ માટે હોસ્પિટલના સુપ્રિ. ડો. જીતેન્દ્ર પ્રસાદને એક હજાર નંગ માસ્ક આપવામાં આવ્યા હતા.

કોરોનાની મહામારીમાં લોકોની સેવા કરતા આં ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફને માટે માસ્ક અર્પણ કરી અને લાલજીભાઈ ભૂવા દ્વારા તેમની સેવાને બિરદાવી હતી.