ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાનો આજે જન્મદિવસ

જન્મદિન શુભેચ્છા

જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા તથા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના નેતા અને પાયાના કાર્યકર અનિલભાઈ ગોરધનદાસભાઈ તન્નાનો આજે જન્મદિવસ છે.

ખંભાળિયાના રઘુવંશી વેપારી તેમજ ઓઈલ મીલર અનિલભાઈ તન્ના છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય થયા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહી હાલ ખંભાળિયા શહેરમાં ભાજપના શહેર પ્રમુખ તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા અનિલભાઈ તન્ના અગાઉ વર્ષ 2013થી 2016 સુધી પણ શહેર ભાજપ પ્રમુખ તરીકે નમૂનેદાર કામગીરી બજાવી ચૂક્યા છે. અડધા દાયકાની શહેર ભાજપ તરીકેની આ જવાબદારીમાં ફળ સ્વરૂપે ખંભાળિયા નગરપાલિકાને કુલ 28 પૈકી 26 બેઠકોની ઐતિહાસિક સફળતા મેળવવાના તેઓ યશભાગી બન્યા છે.

જિલ્લાની ઉચ્ચ નેતાગીરીના અતૂટ વિશ્વાસ સાથે તેઓ ભાજપની તમામ કામગીરીમાં હંમેશા અગ્રસ્થાને રહે છે. આટલું જ નહી, અનિલભાઈ અહીંના માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રણ ટર્મ સુધી ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. આ ઉપરાંત ઓઈલ મીલના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ તન્નાએ અગાઉ ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખ પદે રહી અને તેઓના પ્રશ્નો અંગે સરકારમાં અસરકારક રજૂઆતો કરી હતી. ખંભાળિયાના પ્રથમ હરોળના ઓઈલ મીલર, લેન્ડ ડેવલપર તેમજ રઘુવંશી જ્ઞાતિના આગેવાન અનિલભાઈને આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98790 04177 ઉપર રાજકીય નેતાઓ, આગેવાનો, કાર્યકરો, મિત્રો, શુભેચ્છકો તેમજ સગા-સંબંધીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.