દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાએ આજે પણ ફિફટી વટાવી : નવા 54 કેસ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના આજરોજ રવિવારે પણ કોરોનાના નવા 54 કેસ નોંધાયા છે. જેમાં રાબેતા મુજબ સૌથી વધુ 30 દર્દીઓ ફક્ત દ્વારકા તાલુકાના, જ્યારે ખંભાળિયામાં 15, કલ્યાણપુરમાં 7 અને ભાણવડમાં બે દર્દીઓ નોંધાયા છે. જ્યારે દ્વારકાના 20, ખંભાળિયાના 11, કલ્યાણપુરના 7 અને ભાણવડના 3 મળી, કુલ 41 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 462 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.