દ્વારકામાં ચલણી નોટ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસેથી પોલીસે જાહેરમાં ચલણી નોટ ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા સિદ્ધરાજભા કાયાભા સુમણીયા અને માણસી દેરાજભાઈ ચાનપા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.