ખંભાળિયા શહેર ભાજપ દ્વારા નમો એપ ડાઉનલોડની ખાસ ઝુંબેશ યોજાઈ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર ભાજપ દ્વારા નમો એપ ડાઉનલોડ અભિયાનની ખાસ ઝુંબેશ અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે યોજાય યોજવામાં આવી હતી. જેમાં 400 થી વધુ લોકોને લિંક મોકલી તેમજ સ્થળ પર જ નમો એપ ડાઉનલોડ કરવામાં આવી હતી.

આ સાથે દરેક લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, વનરાજસિંહ વાઢેર, કાર્યકરો મુકેશભાઈ કાનાણી, ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, નિકુંજભાઈ વ્યાસ, નગરપાલિકાના સદસ્યો દિલીપભાઈ ઘઘડા, રેખાબેન ખેતીયા, કિશોરભાઈ નકુમ, હિતેશભાઈ ગોકાણી સાથે જયેશભાઈ ગોકાણી, મોહિત મોટાણી, હાર્દિકભાઈ મોટાણી, હાર્દિક દતાણી, રાણાભાઈ ગઢવી, નાથુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, અશોકભાઈ કાનાણી, રાજ પાબારી, સુરપાલસિંહ ચુડાસમા, હસમુખભાઈ નકુમ, ભરત નકુમ, હર્ષ ચોપડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર અને મોહિતભાઈ પંડ્યા તથા ટીમએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.