ખંભાળિયાના રાજકીય અગ્રણીને જન્મદિન નિમિત્તે કાર્યકર્તા દ્વારા વિશિષ્ટ યાદગીરી

(ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ તથા જાણીતા રઘુવંશી અગ્રણી અનિલભાઈ તન્નાના જન્મદિવસ નિમિત્તે શનિવારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શહેર ભાજપ મંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા વિશિષ્ટ યાદગીરીના ભાગરૂપે અનિલભાઈ તન્ના તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની યાદગીરી સમાન હસ્તધૂનન કરતી તસવીરને બેહ ગામના જાણીતા કલાકાર રાજેશ આશાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી પેન્ટિંગ ભેટ આપવામાં આવી હતી. આ વિશિષ્ટ ભેટ બદલ અનિલભાઈ તન્નાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.