દ્વારકાના રૂપેણ બંદરે જોડિયા પીરની દરગાહ ખાતે ધ્વજવંદન

મુસ્લિમ સમાજ રિક્ષા એસોસિએશન, માછીમારો તેમજ નાના ધંધાર્થીઓ -વેપારીઓ સાથે મળી ધ્વજ વંદન કર્યું

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાના રૂપેણ બંદર ખાતે દરિયા કાંઠે આવેલ જોડિયા પીરની દરગાહ ખાતે આજે 73માં પ્રજાસતાક પર્વ પ્રસંગે સ્થાનિક માછીમાર ભાઈઓ, નાના ધંધાર્થીઓ અને વેપારીઓએ મુસ્લિમ સમાજ રીક્ષા એસોશિએશનના સભ્યોએ સાથે મળી આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને સલાવી આપી ધ્વજ વંદન કર્યું હતું.

 

73મા ગણતંત્ર દિવસના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર ખાતે આજે જોડિયા પીરની દરગાહ ખાતે શાનભેર પ્રજાસતાક પર્વ ઉજવવામાં આવ્યો હતો. સ્થાનિક મુસ્લિમ સમાજ રિક્ષા એસોસિએશન, માછીમારોભાઈઓ તેમજ નાના ધંધાર્થીઓ – વેપારીઓએ સાથે મળી તિરંગાને સલામી આપી ધ્વજ વંદન કર્યું હતું આ તકે સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.