રૂપિયા 350 કરોડના ડ્રગ્સ કેસમાં કાબિલેદાદ કામગીરી કરનાર એસઓજી એએસઆઇનું વિશિષ્ટ સન્માન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસતાક પર્વની ઉજવણી દરમિયાન પ્રસંશાપત્ર પાઠવી સન્માન કરાયું

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવા પ્રકરણમાં સરાહનીય ગુપ્ત કામગીરી કરનાર એસઓજી ટીમના એએસઆઇનું આજે પ્રજાસતાક પર્વે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા ખાતે યોજાયેલ 73માં પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસવડા સુનિલ જોશી દ્વારા સલાયા ખાતેથી રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવા પ્રકરણમાં પ્રસંશનીય ગુપ્ત કામગીરી કરવા બદલ એસઓજી ટીમના એએસઆઇ ઈરફાનભાઈ ખીરાનું પ્રસંશા પત્ર પાઠવી સન્માનિત કરાયા હતા.