દેવભૂમિ દ્વારકામાં કિશોરીઓને પૂર્ણા પોટલીનું વિતરણ

પ્રોજેક્ટ તુષ્ટિ તથા આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ અભિયાન હેઠળ કામગીરી

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : રાજ્ય સરકારના પોષણ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં એનજીઓના સહયોગથી આઈસીડીએસ વિભાગ દ્વારા 100 કિશોરીઓને પૂર્ણા પોટલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના પોષણ અભિયાન તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખાના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં ૧૦૦ કિશોરીઓને પૂર્ણા પોટલીનું વિતરણ આઈ.સી.ડી.એસ.શાખાના સી.ડી.પી.ઓના હસ્તે કરવામાં આવેલ. પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા કિશોરીઓ માટે બનાવવામાં આવેલ “પૂર્ણા પોટલી” માં માસિકચક્ર તથા પોષણ વિશેની જાગૃતિ માટેની પુસ્તિકાઓ અને સેનેટરી કલોથ પેડ કિશોરીને આપી આરોગ્ય તથા વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવેલ હતું.