ખંભાળિયામાં પ્રજાસતાક પર્વે સામાજીક સંસ્થા બિલિયન ડ્રિમ્સ ગ્રુપનું સન્માન કરાયું

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : રાજ્ય સરકાર અને વનીકરણ વિભાગ દ્વારા દર વર્ષે તારીખ 10 થી 15 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન ઉજવવામાં આવે છે. જેમાં ખંભાળિયાની સામાજિક સેવા સંસ્થા બિલિયન ડ્રિમ્સ ગ્રૂપના સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા હતા. આ સંસ્થાના હોંશીલા કાર્યકરોની નોંધપાત્ર કામગીરી બદલ પ્રજાસત્તાક દિને દેવભૂમી દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા સંસ્થાના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્મૃતિચિન્હ વડે સંસ્થાની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના હાર્દિકભાઈ જોશી, દેવાંગભાઈ શુકલ, જયેશભાઈ વ્યાસ, નિકુંજભાઈ વ્યાસ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.