ભારતીય જળ સીમા નજીકથી બોટ સાથે સાત માછીમારોનું અપહરણ કરતી પાક મરીન

ભારતીય જળ સીમા નજીકથી બોટ સાથે સાત માછીમારોનું અપહરણ કરતી પાક મરીન

તુલસી મૈયા નામની બોટ ઓખાની બોટનું એન્જીન બંધ થતાં અપહરણ કરાયાનું ખુલ્યું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ભારતીય જળ સીમા નજીકથી ઓખાથી માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટ સહિત સાત માછીમારોનું પાક મરીન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હત તા.18 જાન્યુઆરીના રોજ ઓખા બંદરથી તુલસી મૈયા રજિસ્ટ્રેશન નંબર IND GJ 11 MM 159 નંબરવાળી બોટ માછીમારી કરવા માટે રવાના થઈ હતી. આ બોટનું એન્જીન બંધ થઈ જતા ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન એજન્સી દ્વારા આ બોટ અને સાત માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

વધુમાં તુલસી મૈયા નામની બોટ વત્સલભાઈ પ્રેમજીભાઈ થાપણીયા ની માલિકીની હોવાનું સામે આવ્યું છે. બોટ મધદરિયે બંધ થઈ જતા પાક એજન્સી દ્વારા આ કૃત્ય કરી બોટને અને માછીમાર ભાઈઓને લઈ જવાતા આ મામલે સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.