દ્વારકા જિલ્લામાં કાલે શનિવારથી ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પાંચ દિવસ એટલે કે તા. ૨૯-૦૧થી તા. ૦૨-૦૨ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જે મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગામી તા.૨૯-૦૧-૨૦૨૨ થી તા.૦૨-૦૨-૨૦૨૨ દરમ્યાન હવામાન સૂકું, ઠંડુ અને ચોખ્ખું રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૨૬-૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૫-૧૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૪૬-૯૦ અને ૨૩-૪૭ રહેશે, પવનની દિશા ઇશાન, ઉત્તર અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૨ થી ૧૯ કીમી/કલાક રહેવાની શક્યતા છે.