ખંભાળિયાના સ્માર્ટ બોય વિવેક કોટેચાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા પ્રેસ ફોટોગ્રાફર અને સક્રિય સેવાભાવી કાર્યકર એવા મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેકનો આજે જન્મદિવસ છે.

વિવેક કોટેચા આજે 15 વર્ષ પુર્ણ કરી 16 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ખંભાળિયાની જાણીતી એસ.એન.ડી.ટી. હાઈસ્કુલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિવેકને દાંડિયારાસ તથા ડાન્સ ખૂબ જ ગમે છે. આ ઉપરાંત સાયકલિંગ, ક્રિકેટ, અને મોબાઈલ ગેમિંગ પણ તેનો ફેવરિટ શોખ છે. મમ્મી મનિષાબેનના લાડકા વિવેકને પીઝા, ચોકલેટ અને આઈસક્રીમ ખૂબ જ ભાવે છે. દાદા જગુભાઈ સાથે વિવેક દર રવિવારે મંદિરે જાય છે. ચાચુ મહેશભાઇ તથા કાકી ભાવિકાબેન સાથે તેને ફરવું તથા બહેન દ્રષ્ટિ સાથે ધીંગામસ્તી કરવી વિવેકને ખૂબ જ ગમે છે. ઈન્ટેલિજન્ટ વિવેકને આજે તેના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ તથા આશીર્વાદનો ધોધ વહી રહ્યો છે.