ખંભાળિયા: હોમગાર્ડઝના જવાનોને પુરસ્કૃત કરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા યુનિટના કંપની કમાન્ડર ભરતભાઈ શામજીભાઇ કારડીયા સાથે મીઠાપુર યુનિટના સેકશન લીડર અરવિંદભાઈ ચૌહાણ અને સતીશભાઈ એ. ભટ્ટને તેમની લાંબી અને ઉત્કૃષ્ટ પ્રસંશનીય સેવાઓની કદરરૂપે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાજેતરમાં મુખ્યમંત્રી ચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોમ ગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ જી.એચ. નકુમ તથા સ્ટાર ઓફિસર પી.કે. કારીયા અને જી.બી. જાડેજા દ્વારા આવકારી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.