દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદેશ પ્રમુખની મુલાકાતે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના રાજકીય અગ્રણી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી તેમજ યુવરાજસિંહ વાઢેરએ તાજેતરમાં સુરત ખાતે રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમના દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણાઓ પણ કરવામાં આવી હતી.