ધંધુકાની ધટનાના વિરોધમાં દ્વારકામાં પ્રાંત અધીકારીને આવેદન અપાયું

હત્યારાઓને ફાંસી આપો ના નારા ગુંજ્યા

(રીશી રૂપારેલિયા)દ્વારકા : ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં આજે તીર્થભૂમિ દ્વારકા ખાતે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને ફાંસી આપવા માંગ કરવામાં આવી હતી.

ધંધુકાની ઘટના બાદ ગુજરાતભરમાં પ્રત્યાધાતો આવી રહ્યા છે ત્યારે આજે દ્વારકામાં પણ આ ધટનાને લઈ ધેરા પ્રત્યાધાતો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં માલધારી સમાજ સાથે અન્ય સમાજના લોકો સ્વૈચ્છિક રીતે જોડાઈ જગતમંદિરથી રેલી સ્વરૂપે શહેરના માર્ગો પર ફરી પ્રાંત કચેરીએ આ રેલી પહોચી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ વિરૂધ્ધ દેશદ્રોહની કલમ લગાવી ફાંસીની માંગ કરાઇ હતી.

નોંધનીય છે કે, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજીના શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી તેમજ અન્ય સાધુ સંતોએ પણ આ ધટનાની ધોર નિંદા કરી દોષીતોને સખ્ત સજાની માંગ કરી છે.