ખંભાળિયા, જામરાવલ, ભાણવડ અને દ્વારકા પાલિકાના ચીફ ઓફિસરની બદલી

વડાલી પાલિકાના ચીફ ઓફિસરની ઓખા પાલિકા ખાતે બદલી

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સોમવારે મોડી સાંજે રાજ્યના 50 ચીફ ઓફિસરોની સામુહિક બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને જામરાવલ પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. ઉપરાંત ઓખા પાલિકામાં ચીફ ઓફીસરની નિમણૂક કરાઈ છે.

રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી સાંજે 50 ચીફ ઓફિસરોની બદલી કરવા હુકમ કરાયો છે જે અન્વયે ખંભાળિયા ચીફ ઓફિસર સતિષકુમાર પટેલની માણસા બદલી કરાઈ છે તેમના સ્થાને કોઈ નિમણૂક અપાઈ નથી. જ્યારે ઓખા પાલિકામાં સાબરકાંઠા વડાલીથી અમિત એ. પંડ્યા મુકાયા છે.

ઉપરાંત દ્વારકા પાલિકાના સી.બી.ડૂડીયાની ગીર સોમનાથ બદલી કરી તેમના સ્થાને બગસરાથી ઉદય આર.નસિતને મુકવામાં આવ્યા છે. જ્યારે ભાણવડ પાલિકામાં રાહુલ કરમુરની રાપર કચ્છ ખાતે બદલી કરી તેમના સ્થાને મયુર જોશીને મુકવામાં આવ્યા છે. ઉપરાંત જામરાવલ ચીફ ઓફિસર પાર્થવન ગૌસ્વામીની મહેમદાવાદ ખાતે બદલી કરતા ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે.