દ્વારકાના નવી ધ્રેવાડ ગામની સીમમા જાહેરમા જુગાર રમતા સાત ઝડપાયા

એલસીબી ટીમે રોકડા 12050 સહિત રૂપિયા 24050નો મુદામાલ કબ્જે કર્યો

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દ્વારકા તાલુકાના નવી ધ્રેવાડ ગામની સીમમાં દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને દબોચી લઈ રૂપિયા 12050 રોકડા સહિત 24050નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.ચાવડાની રાહબારી હેઠળ એલસીબી ટીમ દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઇ. અજીતભાઇ બારોટ તથા પોલીસ હેડ કોન્સ અરજણભાઇ આહીર તથા બલભદ્રસિંહ ગોહીલને ચોકકસ બાતમી મળતા દ્વારકા તાલુકાના નવી ધ્રેવાડ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સામરાભા જોધાભા માણેક, ભુટાભાં જોધાભા માણેક, ભીખુભા ઉધડાભા માણેક, અમરસંગભા ગગભા માણેક, દેવાભા ભીખાભા માણેક, મેધાભા સામરાભા માણેક અને નવભા બાલુભા માણેક નામના આરોપીઓ રોકડા રૂપિયા 12050 સહિત કુલ 24050ના મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ જે.એમ.ચાવડા, પીએસઆઇ એસ.વી.ગળચર, એએસઆઈ સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, દેવસીભાઇ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, હેડ કોન્સ્ટેબલ જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, જીતુભાઇ હુણ, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા અને પોલીસ કોન્સ્ટેબલ વિશ્વદીપસીહ જાડેજા સહિતનાઓએ કરી હતી.