શિવરાજપુર બીચે પેરાશૂટ આકાશમાં ઉડવાને બદલે ટ્રેક્ટરમાં ફસાઈ

રનિંગ સમયે પેરાશૂટ સાથે યુવામ ટ્રેક્ટરમાં ફસાયો : મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દ્વારકા નજીક આવેલ સુપ્રસિદ્ધ શિવરાજપુર બીચ ઉપર પેરાશૂટ અકસ્માત સર્જાતા યુવાન સહેજમાં બચ્યો હતો.

દ્વારકા નજીક આવેલ પ્રખ્યાત શિવરાજપુર બીચ ખાતે પેરાશૂટ ઉડાડતી વખતે પવનને કારણે પેરાશૂટ સાઈડમાં પડેલ ટ્રેકટર સાથે અથડાઈ હતી. જો કે, સદનસીબે આ ઘટનામા કોઈને ઇજા પહોંચી ન હતી.

નોંધનીય છે કે, હાલ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટીવીટી વધી છે ત્યારે સેફટી પણ જરૂરી બની છે. આજે બીચ ઉપર અકસ્માતે પેરાશૂટ હવામાં ફસકી જતાં પ્રવાસી યુવાન જમીન ઉપર પટકાયો હતો. બીચ ઉપર પડેલા ટ્રેક્ટરમાં દોરડું ભરાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાન સલામત હોવાનું જાણવા મળ્યું છે.