દ્વારકાના રૂપેણ બંદરે ટ્રક – બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ

(રીશી રૂપારેલિયા)
દ્વારકા : આજે દ્વારકાના રૂપેણ બંદરે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઈકસ્વાર આધેડને હડફેટે લેતા બાઈકસ્વારનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા નજીક રૂપેણ બંદર મુખ્ય માર્ગ ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે સવારના સમયે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માતમાં અલીભાઈ હુસેનભાઈ ભેસલીયા ઉં.55 નું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોચી લાશનો કબજો લઇ દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી, વધુ તપાસ હાથ ધરી છે.