ખંભાળિયામાં ડીસ્‍ટ્રીકટ ટાસ્‍ક ફોર્સ ફોર ઇમ્‍યુનાઇઝેશનની બેઠક સંપન્ન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્‍લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને ડીસ્‍ટ્રીકટ ટાસ્‍ક ફોર્સ ફોર ઇમ્‍યુનાઇઝેશનની બેઠક ગુગલ મીટના માધ્‍યમ થકી ઓનલાઇન મળી હતી.

આ બેઠકમાં ગત ડીસેમ્‍બર માસ સુધી થયેલા રસીકરણ કામગીરી અને નોંધાયેલ વેક્સીનેશન પ્રિવેન્ટેબલ ડીસીઝની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ઇન્‍ટેન્‍સીફાઇડ મિશન ઇન્‍દ્રધનુષના ગત રાઉન્‍ડમાં થયેલી કામગીરી અંગે વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થતા ઇન્‍ટેન્‍સીફાઇડ મિશન ઇન્‍દ્રધનુષ-૨.૦ તેમજ સઘન પોલીયો રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. રાજ સુતરીયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. હરીશ મટાણી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વેલન્સ અધિકારી ડો. વિનય, જિલ્‍લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેળ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા સહિત તમામ તાલુકા હેલ્‍થ ઓફીસર તથા અન્ય વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.