ભાણવડમાં દાતાના સહયોગથી બાળકોને પોષક નાસ્તો આપાયો

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે વિદેશ રહેતા દાતાના સહયોગથી બાળકોને સ્થાનિક સંસ્થા દ્વારા પૌષ્ટિક નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો.

ભાણવડ વિસ્તારમાં સેવાકીય શ્રેત્રે સારું એવું યોગદાન આપી રહેલ કોમ્યુનીટી કેર સેવા સંસ્થા દ્વારા વિદેશ વસવાટ કરતા દાતા ચંપાબેન ગોવિંદભાઈ રાજાના આર્થિક સહયોગથી કુપોષિત બાળકોને ખજૂર, દારીયા, ખારીસિંગ, ચણા, મગ તેમજ દરેક બાળકોને મસાલા યુક્ત ગરમ દૂધ સ્થળ ઉપર અપાતાં ભારે પ્રશંસા થઈ છે.

આ ઉપરાંત મહિલા દાતા અલ્કાબેન મામતોરાનાં સહયોગથી દરેકને એક કિલો ગુણવતાયુક્ત ગોળનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સેવા સંસ્થાના બુઝુર્ગ પ્રમુખ જીતુભાઈ કોટેચા, હરિશભાઈ ખગ્રામ, મનસુખભાઈ પરમાર, સહિત પ્રહલાદભાઈ ભટ્ટ, ભાલચંદ્ર ભટ્ટ, મુકેશભાઈ સોલંકી, કિરણબેન અત્રી, હીરાબેન વારોતરીયા, હેમેંન્દ્ર બારમેડા, હર્ષાબેન મોદી હાજર હતા.