જગતમંદિર દ્વારકામાં વસંત પંચમી મહોત્સવ ઉજવાશે

કોવીડ ગાઈડ લાઈનના પાલન સાથે તા.5 ફેબ્રુઆરીએ બપોરે ઉત્સવ આરતી-દર્શન

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : આગામી તા.5ફેબ્રુઆરીને મહા સુદ પાંચમના અવસરે જગતમંદિર દ્વારકા ખાતે વસંત પંચમી મહોત્સવનું કોવીડ ગાઈડલાઇનના ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવામાં આવશે.

વહીવટદાર કચેરી દ્વારકા મંદિરની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.5ફેબ્રુઆરીને મહા સુદ પાંચમના અવસરે જગતમંદિર દ્વારકા ખાતે વસંત પંચમી મહોત્સવ ઉજવવામાં આવશે જે અંતર્ગત સવારે નિત્યક્રમ બાદ બપોરે 1.30 કલાકે ઉત્સવ આરતી, બપોરે 1.30થી 2.30 ઉત્સવ દર્શન યોજાશે અને 2.30થી 5.00 સુધી મંદિર બંધ રહેશે અને સાંજના નિત્યક્રમ મુજબ દર્શન આરતી યોજાશે.

વસંત પંચમી ઉત્સવ દરમિયાન જગતમંદિરમાં તમામ દર્શનાર્થીઓએ કોવીડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ વહીવટદાર જગતમંદિર દ્વારકાની યાદીમાં જણાવાયું છે.