દ્વારકા નગરપાલિકાએ અમૃત યોજના હેઠળ 1કરોડ 70 લાખના ખર્ચે બગીચાનું લોકાર્પણ કર્યું

18 લાખના ખર્ચે સી સી રોડ માટેનું ખાતમહૂર્ત પૂર્વ ધારાસભ્યના હસ્તે કરાયું

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકાના ભડકેશ્વર મંદિર અને સનસેટ પોઇન્ટ વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત 1 કરોડ 70 લાખ ના ખર્ચે ગાર્ડન / બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તથા 18 લાખના ખર્ચે સી સી રોડ માટેનું ખાતમુર્હર્ત પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરાયું હતું.

દ્વારકા નગરપાલિકા વણથંભી વિકાસ યાત્રામાં વધુ એક ડગલું આગળ વધ્યું છે.દ્વારકાના ભડકેશ્વર મંદિર અને સનસેટ પોઇન્ટ વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત 1 કરોડ 70 લાખના ખર્ચે ગાર્ડન / બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સનાતન સંસ્કૃતિ સંરક્ષણ રાણી અહલ્યા દેવી ઉપવન નામના આ ગાર્ડનનું લોકાર્પણ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા વિરમભા માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યારે પબુભા માણેકએ જણાવ્યું હતું કે આ ગાર્ડનમાં દ્વારકાના રહેવાસીઓ અને અહી આવતા પ્રવાસીઓ ગાર્ડનમાં પોતાના પરિવાર સાથે આવી અને કુદરતી માહોલને માણી શકશે.

વધુમાં જણાવ્યું હતું કે,15મી નાણાપંચ ગ્રાન્ટમાંથી આ ગાર્ડન પાસે આવેલ સનસેટ પોઇન્ટને લાઈટ હાઉસના પાછળ માર્ગથી જોડી સાગરમાળા બનાવાની યોજના આગળ વધારવામાં આવશે.જગતમંદિર થી ભડકેશ્વર સુધી પ્રવાસ પરીપથ ટુરિસ્ટ સર્કિટની દિશામાં 18 લાખના ખર્ચે સી સી રોડ માટેનું ખાતમુર્હર્ત પણ પબુભા માણેકના વરદહસ્તે કરવામાં આવેલું હતું.આ તકે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક,પાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી,સદસ્યો પદ્યુમણનસિંહ જાડેજા,અવનીબેન રાઇમંગિયા,હેમાબેન પુરોહિત,બીનાબેન માણેક,ચીફ ઓફિસર સી.બી.દૂદીયા,ધવલ ચંદારાણા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા..