દ્વારકા તાલુકામાં ફાયરિંગ બટ વિસ્તારમાં અવર-જવર ઉપર પ્રતિબંધ

જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે ફિલ્ડ ફાયરીંગ રેન્જ માટે અનામત રાખવામાં આવેલા ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

આ અંતર્ગત દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે ફિલ્ડ ફાયરીંગ માટે અનામત રાખવામાં આવેલા ફાયરીંગ વિસ્તારમાં તારીખ 5 થી 28 મી ફેબ્રુઆરી સુધી ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.