ઓખામાં પીધેલો બાઈક ચાલક ઝબ્બે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા સાગર મનસુખભાઈ શીરુકા નામના 21 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ત્રીસ હજારની કિંમતના જી.જે. 03 કે.એફ. 7773 નંબરના બુલેટ મોટરસાઇકલ પર નીકળતા પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો છે.