ખંભાળિયાના ચાર બારા ગામે ભાઈ દ્વારા ભાઈ ઉપર હુમલો !!

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામે રહેતા ભીખુભા જીજીભા ચુડાસમા નામના યુવાનના કાકાની દીકરી બહેનના લગ્ન હોય, તેમના પિતરાઈ ભાઈ દશરથસિંહ તેમના ઘરે લગ્નનું આમંત્રણ દેવા આવ્યા હતા. ત્યાં ભીખુભાના સગાભાઈ સિધ્ધરાજસિંહ જીજીભા ચુડાસમા ત્યાં આવીને ઉશ્કેરાઇ ગયા હતા અને “આ દશરથસિંહને તમારા ઘરમાં કેમ આવવા દીધા?”- તેમ કહી, પોતાના ભાઈ ભીખુભાને પથ્થરના ઘા મારી, ઇજાઓ કરતા આ બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં સિધ્ધરાજસિંહ ચુડાસમા સામે આઈ.પી.સી. કલમ 324 તથા 337 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.