દ્વારકા નજીક કુરંગા પુલ ઉપર ઓટો રીક્ષા પલ્ટી : 4 ઘાયલ

ત્રણ મહિલા અને એક પુરુષ ઈજાગ્રસ્ત બનતા સારવારમાં

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દ્વારકા નજીક કુરંગા પુલ ઉપર આજે વહેલી સવારે ઓટો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષામાં સવાર ચાર મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા નજીક કુરંગા પુલ ઉપર ઓટો રીક્ષા પલ્ટી જતા રીક્ષામાં બેઠેલા પોરબંદરના ત્રણ મહિલાઓ અને એક પુરૂષને ઈજાઓ પહોંચતા 108ના પરબત મોરી તથા દિનેશ ગોહિલે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દ્વારકા હોસ્પિટલે ખસેડ્યા હતા.