દ્વારકા નજીક કારની અડફેટે બાઇક ચાલક યુવાનો ઘવાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા થાર્યાભા ભીખુભા નાયાણી નામના યુવાન તેમના જી.જે. 37 એચ. 4341 નંબરના મોટરસાયકલ પર રવુભા જીલુભા નાયાણી નામના અન્ય એક મુસાફર સાથે ઓખા હાઈ-વે પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 03 એલ.જી. 7953 નંબરના ફોર વ્હીલરના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા બન્ને બાઈક સવાર ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે થાર્યાભાની ફરિયાદ પરથી ફોરવ્હીલર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.