ખંભાળિયાની સરકારી હોસ્પિટલ પાસેથી બે જુગારીઓને ઝડપી લેતી એલસીબી પોલીસ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના હાઈવે ચાર રસ્તા પાસે આવેલી સરકારી હોસ્પિટલ નજીક જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી અને જુગાર રમી રહેલા મુરૂ લખમણ સઠીયા (ઉ.વ. 34) તથા વીરા કારા વાનરીયા (ઉ.વ. 32) નામના બે ગઢવી શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 12,400 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 17,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.