મોબાઈલ ફોનમાં લૂડો ગેમ મારફતે જુગાર રમતા બે શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં મોબાઈલ ફોનમાં લૂડો કિંગ ગેમ ડાઉનલોડ કરીને પૈસાની હારજીત કરી રહેલા અને અનિલ ઉર્ફે ડાયા ભાઈ જેન્તીભાઈ પોપટ અને સાગર નારણભાઈ ધારાણી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 2,730 રોકડા તથા રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી, કુલ 12,730 નો મુદ્દામાલ કબજે કર્યો છે.