દેવભૂમિ જિલ્લામાં આજે નવા 20 કોરોના પોઝિટિવ કેસ : 32 ડિસ્ચાર્જ

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે નવા 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 32 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને ડિસ્ચાર્જ અપાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 1003 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ 20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં દ્વારકામાં 2, ભાણવડમાં 11, કલ્યાણપુરમાં 4 અને ખંભાળિયામાં 3 નવા દર્દી નોંધાયા છે. જેની સામે આજે કુલ 32 દર્દીઓ સાજા નરવા બનતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

Covid-19 text. A hands of doctor, nurse, scientist writes with a pen and confirms the negative result, hold a test tube with biological sample. Coronavirus. Blood is dont infected. New cases of cure.