દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને સરકાર દ્વારા ફાળવાયા વધુ બોલેરો તથા બાઈક

પાંચ નવી બોલેરો તથા ચાર બાઇકથી પોલીસની કાર્ય શક્તિમાં વધારો થશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાને પોલીસ તંત્રને છેલ્લા થોડા સમયમાં મુકવામાં આવેલા વધુ નવા પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સાથે જિલ્લા પોલીસ દ્વારા કામગીરી અને સુગમતા રહે તે માટે ગાંધીનગરથી નવી બોલેરો તથા દ્વિચક્રી વાહન ફાળવવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની એમ.ટી. શાખા માટે ગાંધીનગર સ્થિત ડી.જી. ઓફિસ ખાતેથી ફાળવવામાં આવેલા નવા વાહનો જિલ્લાને સાંપડયા છે. જેમાં પાંચ નવી બોલેરો જીપ તેમજ ચાર દ્વિચક્રી વાહનો જિલ્લામાં આવી જતાં પોલીસ અધિકારીઓએ- કર્મચારીઓને આ વાહનો સોંપવામાં આવ્યા છે.