જામખંભાલીયામાં તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાઈ ગયો

કે.આર.ગોકાણી ગલ્સૅ હાઈસ્કૂલની વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે

(રિશી રૂપારેલિયા)
જામખંભાલીયા : તાલુકા કક્ષાનો કલામહાકુંભ 2022નું આયોજન ડ્રીમલેન્ડ શાળા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કે.આર.ગોકાણી ગલ્સૅ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન સ્થાન મેળવ્યું હતું.

જામખંભાલીયાની ડ્રીમલેન્ડ શાળામાં ગત તા.4ના રોજ તાલુકા કક્ષાનો કલામહાકુંભ 2022 યોજાઈ ગયો.જેમાં કે.આર.ગોકાણી ગલ્સૅ હાઈસ્કૂલની વિદ્યાર્થીની ઈશા પ્રણવકુમાર શુક્લએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.તેણીને આ તકે ઉપસ્થિત જિલ્લા યુવા વિકાસ અધિકારી ચૌધરીભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.