દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ રવિવારે જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ દ્વારકાના છ, કલ્યાણપુરના ચાર, ભાણવડના બે અને ખંભાળિયાના એક મળી, કુલ તેર કોરોના સંક્રમિત કેસ મળ્યા છે. આજે આરોગ્ય વિભાગે કુલ 663 કોરોના ટેસ્ટ કર્યા છે. આ વચ્ચે ત્રણ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.