દ્વારકામાં પીધેલો કાર ચાલક ઝડપાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેકપોસ્ટ પાસેથી રાત્રે પોણા બાર વાગે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દોઢ લાખની કિંમતની ફોર્ડ ફિગો મોટરકાર નંબર જી.જે. 03 ડી.એન. 8920 લઇને નીકળેલા પાર્થ મહેન્દ્રભાઈ સામાણી નામના યુવાનને પોલીસે ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.