મીઠાપુરમાં મોબાઈલ મારફતે જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે સ્થાનિક પોલીસે સહેજાદ સતાર પાસ્તા, ટપુ કાના સોલંકી, રવુભા કરસનભા માણેક અને કરીમ આમદ હાકલ નામના ચાર શખ્સોને મોબાઇલ ફોનના લુડો ગેમ ડાઉનલોડ કરી અને જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 7,530 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂ. 12,530 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.