દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું : નવા 8 પોઝિટિવ કેસ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ભાણવડ તાલુકાના છ અને ખંભાળિયા તથા કલ્યાણપુરના એક-એક મળી કુલ આઠ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે દ્વારકા તાલુકાના 10 સહિત કુલ 17 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. એક દિવસમાં કોરોના અંગે આરોગ્ય વિભાગે 983 ટેસ્ટ કર્યા છે.