ખંભાળિયા બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને : 15 – 15 દિવસથી ચેક ફસાયા

સર્વર અપડેટનાં કારણે અનેક ગ્રાહકોના નાણાકીય વ્યવહારો અટવાયા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાળિયા બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગ્રાહકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ અમુક ગ્રાહકોનાં ચેક ક્લિયર થવામાં 15 દિવસ જેટલો સમય થવાથી લોકો હેરાનગતિનો સામનો કરી રહયા છે. આ બાબતે અનેક ફરિયાદો ગ્રાહકો માંથી ઉઠતા મેનેજરને રજુઆત કરતા ઉપરથી સિસ્ટમ અપડેટ થતી હોય જેથી પ્રોબ્લેમ આવી રહયા હોવાનું જણાવ્યું હતું.

ખંભાળિયા બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં છેલ્લા 15 દિવસથી સમસ્યાઓ સર્જાતા બેંકના અનેક ગ્રાહકોનાં ચેક ક્લિયર નહિ થતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જો કે બીજી તરફ બેંક મેનેજર પોતાની જવાબદારી ખંખેરી રહયા છે આ બાબતે બેન્કનાં ઉચ્ચ અધિકારીઓને ફરિયાદો થઇ રહી છે. બેન્કો સેવાનાં ચાર્જ વસુલતી હોય ત્યારે પૂરી સુવિધા આપતીનાં હોવાની પણ ફરિયાદો ઉઠવા પામેલ છે.