નાથદ્વારા વાળા… હો…શ્રીજી બાવા…યુ ટ્યુબમાં ધૂમ મચાવતું ભાણવડના ઉગતા કલાકારનું સોંગ

ભાણવડ અને દ્વારકાના રઘુવંશી અગ્રણીઓ દ્વારા શુભકામના પાઠવાઈ

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ભાણવડના રઘુવંશી સમાજના ઉગતા કલાકાર એવા સ્મિત કોટેચા નિર્મિત નાથદ્વારા વાળા… હો…શ્રીજી બાવા…ગીત યુટ્યુબમાં ધૂમ મચાવી રહ્યું છે.

કિશોરાવસ્થામાં પગલાં માંડતા આજના યુવાનો આધુનિક સંગીત અને પૉપ સોંગ પાછળ ઘેલા બનતા હોય છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વતની અને રઘુવંશી લોહાણા સમાજના તરવરિયા સ્મિતકુમાર મેહુલભાઈ કોટેચા નામના ઉગતા કલાકારે નાથદ્વારા વાળા… હો…શ્રીજી બાવા…ગીતની સુંદર રચના કરી ભાણવડ એન આજુબાજુના પૌરાણિક સ્થળો ઉપર ફિલ્માંકન કર્યું છે જે,હાલમાં યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યું છે.

નાથદ્વારા વાળા……. શ્રીજીબાવા….ગીતની રચના કરનાર ભાણવડનો ઉગતો કલાકાર સ્મિત મેહુલભાઈ કોટેચા તબલા વાદક પણ છે,અને એ શ્રેત્રમાં પણ કાઠું કાઢી રહ્યો છે આટલું જ નહીં કલાકાર સ્મિત અભ્યાસમાં પણ માહિર છે,અને તે ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યો છે. આ ઉગતા કલાકારને ભાણવડ તેમજ દ્વારકા જીલ્લાના રઘુવંશી અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

નાથદ્વારા વાળા… હો…શ્રીજી બાવા…સોંગ સાંભળવા અને જોવા માટે અહીં ક્લિક કરો.https://youtu.be/ujguNWcChmk