દ્વારકાની શાળાઓમાં બાળકોનો કલરવ ગુંજી ઉઠ્યો

સરકારની ગાઇડલાઇન મુજબ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા બાળકો હોંશભેર શાળાએ પહોંચ્યા

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : કોરોના મહામારીની ત્રીજી લહેર સમાપ્ત થવાના અણસારો વચ્ચે આજથી રાજ્ય સરકારના આદેશ અને ગાઈડ લાઈન મુજબ દ્વારકાની શાળાઓ પુનઃ ધમધમી ઉઠતા બાળકો હોંશભેર શાળાએ પહોંચી પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું હતું અને શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી હતી’

સમગ્ર રાજ્યની સાથે દ્વારકામાં પણ આજથી ધોરણ 1 થી 9 માં વર્ગો ધમધમતા થયા હતા.બાળકો એ આજે ઓનલાઇન શિક્ષણને બદલે પ્રત્યક્ષ રીતે વર્ગખંડમાં બેસી શિક્ષણ મેળવ્યું હતું. કોરોનાકાળમાં સૌથી મોટો ફટકો શિક્ષણ કાર્યને પડ્યો છે. ઓનલાઇન શિક્ષણથી બાળકો શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે ઓફ લાઈન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા તીર્થનગરી દ્વારકામાં પણ તમામ સ્કૂલોમાં ધોરણ 1 થી9 ના વર્ગો ધમધમતા થયા હતા.

સરકારની ગાઈડ લાઇન મુજબ બાળકોએ કોરોનાના સમયની જેમ જ માસ્ક સેનીટાયઝરનો ઉપયોગ કરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું. નાના ભૂલકાઓથી લઇ ધોરણ 9 સુધીના વર્ગો જે સૂમસામ હતા તે આજથી ફરી ધીમે ધીમે ધમધમતા થઈ રહ્યા છે. રાજ્ય સરકારના આ નિર્યણ ને વિદ્યાવિહાર શાળાના આચાર્ય અવનીબેન રાઈમંગયા, DNP સ્કૂલના આચાર્ય મીનાક્ષી બેન , NDH સ્કૂલના આચાર્ય મીરાબેન , SMV સ્કૂલના આચાર્ય આરતીબેને આવકાર્ય હતો.