ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતાં પ્રૌઢનું મૃત્યુ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે સોળ કિલોમીટર દૂર કજુરડા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલાં દેવળીયા ગામના રહીશ સાજણભાઈ ભીમાભાઈ ડગરા નામના 53 વર્ષના પ્રૌઢે તેમના જી.જે. 37 એ. 2737 નંબરના મોટરસાયકલ પરનો કાબૂ ગુમાવી દેતા સ્લીપ ગયા હતા. જેથી તેમને જીવલેણ ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે ભાવેશભાઈ માલસીભાઈ ડગરા (રહે. સોઢા તરઘરી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સાજણભાઈ ભીમાભાઈ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.