ભાણવડની પરિણીતાને ત્રાસ આપવા સબબ પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતી નીલોફર ઈમરાન મુંદ્રાસ નામની 27 વર્ષની યુવતીના લગ્ન આજથી આશરે ચારેક વર્ષ પહેલા જામનગર ખાતે રહેતા ઈમરાન અઝીઝ મુંદ્રાસ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીને આશરે ત્રણેક વર્ષની એક પુત્રી છે.

આ પરિણીતાને તેના પતિ ઈમરાન અઝીઝ મુંદ્રાસ, સાસુ નૂરજહાંબેન તથા સસરા અઝીઝ જુસબ મુંદ્રાસ દ્વારા અવારનવાર કામ બાબતે ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો.

આ ઉપરાંત તેણીને શારીરિક તથા માનસિક રીતે હેરાન પરેશાન કરી અને કાઢી મૂકવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પતિ સહિતના ત્રણેય સાસરીયાઓ સામે અહીંના મહિલા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.