ખંભાળિયામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઇનોવેટીવ શિક્ષકોને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેનારા 46 જેટલા ઇનોવેટીવ શિક્ષકોને તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલ નવતર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવભૂમિ દ્વારકા દ્વારા મોમેન્ટો અર્પણ કરી તેમની પ્રતિભાને સન્માનવામાં આવી હતી. આ સન્માન કાર્યક્રમમાં ખંભાળિયા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ વેજાણંદભાઈ માડમ, મહામંત્રી લક્ષ્મણભાઈ ભોચીયા , સંગઠન મંત્રી અને બી.આર.સી. પંકજભાઈ રાણા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાણવડના મહામંત્રી દિવ્યેશભાઈ ભટ્ટ અને ડાયેટ જામનગરના પ્રો. જીતેશભાઈ ચીકાણી ઉપસ્થિત રહ્યા હતા.