ખંભાળીયા શહેર ભાજપ દ્વારા માઈક્રો ડોનેશન કેમ્પેઇન ઝુંબેશ : લતાજી શ્રદ્ધાંજલિ અપાઈ

દ્વારકા : ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ જામ ખંભાળીયા શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા માઈક્રો ડોનેશન કેમ્પેઇનની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભારતરત્ન લતા મંગેશકરજી પુષ્પાંજલી પાઠવી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.

માઈક્રો ડોનેશન કેમ્પેઇનની ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ કણજારીયા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, કાર્યક્રમ ઇન્ચાર્જ જીજ્ઞેશભાઈ પરમાર, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી, ભવ્યભાઈ ગોકાણી, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, જયેશભાઇ કણજારીયા, નાથુભાઈ વાનરીયા, મનિસાબેન ત્રિવેદી, રેખાબેન ખેતીયા, અઝુભાઈ ગાગિયા, હિતેશભાઈ ગોકાણી, કિશોરભાઈ નકુમ, હરેશભાઇ ભટ્ટ, યોગેશભાઈ મોટાણી, મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, મયુરભાઈ ધોરીયા, કારુભાઈ માવદીયા, વનરાજસિંહ વાઢેર, મોહિતભાઈ પંડ્યા, યુનુસભાઈ ચાકી, મસરિભાઈ નંદાણીયા, આલાભાઈ જોગલ, પ્રવિણસિંહ કંચવા, જયસુખભાઈ મોદી, નાથુભા જાડેજા, રાણાભાઈ ગઢવી, બાબુભાઈ ચાવડા, રમેશભાઈ વાઘેલા, પ્રવીણભાઈ જામજોડ, ભીમભાઈ ગઢવી, ભાયાભાઈ ગઢવી અને આર.એન.રાજ્યગુરુ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા