ભાટીયા લોહાણા મહાજન પ્રમુખ કિશોરભાઈ દત્તાણીનો આજે જન્મ દિવસ

(રીશી રૂપારેલિયા
દ્વારકા : અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને ઝળહળતી કારકીર્દી ધરાવતા ભાટીયાના અગ્રણી વેપારી કિશોરભાઈ દત્તાણીનો આજે જન્મ દિવસ છે. દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા શહેરના પ્રતિષ્ઠીત લોહાણા સમાજના દત્તાણી પરિવારમા કિશોરભાઈનો જન્મ તા.૮-૨-૧૯૬૦ ના દિવસે થયો હતો.

કિશોરભાઈએ ભાટીયામા અભ્યાસ પૂર્ણ કરી પોતાના પિતાજીના બીઝનેસમા જોડાય પોતાના પરિશ્રમ,કોઠાસુઝ અને કામ કરવાની ધગશના કારણે તેમની પેઢી તથા પરિવારના ચાહીતા બની પ્રશંશનીય કામગીરી બજાવી રહયા છે. ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ તે કહેવતને સાર્થક કરતા સેવાના ભેખધારી તેમના પિતાજી સ્વઃ શામજીભાઈ દત્તાણી પાસેથી સામાજીક,ધાર્મિક ,સેવાકીય,પરોપકારના સંસ્કારો વારસામા મળ્યા છે. અનેક સંસ્થાઓ (શ્રીરણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ તથા માનવ સેવા સમીતિ-ખંભાલીયા)સાથે મળી ૮૦ નેત્ર નિદાન કેમ્પ (વિના મુલ્યે મોતીયાના ઓપરેશન સાથે), ૬૯ રકતદાન કેમ્પ,થેલેસેમીયા કેમ્પ,સર્વ રોગ નિદાન કેમ્પ,અપંગ હેન્ડીક્રાફટ કેમ્પ, વાલી સમેલન તથાગેટ ટુ ગેધર યુવક-યુવતીના વેવિશાળ માટેના પરીચય મેળા વગેરેનુ આયોજન કરી સંપૂર્ણ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

માર્કેટીંગ યાર્ડ-ભાટીયા(દ્વારકા)મા ડાયરેકટર તરીકે સતત બે વખત(૧૯૯૯-૨૦૦૭) બિનહરીફ ચુટાઈ નોંધપાત્ર સેવા કરી,લાયન્સ કલબ ઓફ ભાટીયા સાથે ૧૯૯૫થી ચાર્ટર મેમ્બર તરીકે જોડાય પ્રમુખ-ઉપપ્રમુખ-સેક્રટરી-ટ્રેઝરર(સતત ૭ વખત),બોર્ડ ઓફ ડિરેકટર,લાયન્સ ઈન્ટરનેશનલ ૩૨૩ જે -ના ડિસ્ટ્રીક ચેરમેન તથા લોહાણા સમાજના ઉપપ્રમુખ(૭ વરસ),મંત્રી(૫ વરસ),સહમંત્રી (૧૧ વરસ) વગેરે હોદાઓ પર રહીને વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૂતિથી રંગાયેલા કિશોરભાઈ હાલમા ત્રણ વરસથી ભાટીયા લોહાણા મહાજનમા પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. તથા કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ તરીકે અનેક પ્રવૂતિઓ કરી રહયા છે.રઘુવંશીની દીકરીના ૧ રૂ.મા લગ્ન કરાવી આપતી સંતશ્રી જલારામ આદર્શ લગ્ન સમીતીના પ્રમુખ છે.

તેઓ આંતરરાષ્ટીય લોહાણા મહાપરિષદમા મધ્યસ્થ કમીટી મેમ્બર તથા બારાડી લોહાણા મહાજનના કારૌબારી મેમ્બર છે. પત્રકાર ક્ષેત્રે પણ ગુજરાત સમાચાર અને અકિલા ન્યુઝ પેપર સાથે વર્ષોથી નાતો જોડાયેલો રહયો છે. દ્વારકા જીલ્લા કાનુની સમીતીના PLV મેમ્બર તરીકે સેવા બજાવી રહયા છે. હમેશા અલગ કરવાવાળા કિશોરભાઈએ તેમની પુત્રી ચિ. સ્વાતિ(સોનુ) અને અંકીતા ના જન્મ દિવશે રકતદાન કેમ્પનુ આયોજન કરી પોતે ૪૧ વખત રકતદાન કરી અમુલ્ય લોહીની કિમત સમજાવી સમાજમા જાગ્રૂતિ લાવી ઉમદા કાર્ય કરેલ. આજરોજ પોતાનો જન્મ દિવશની સાથે તેમની પુત્રી સ્વાતિ તથા જમાઈ કેતનકુમારની ત્રીજી મેરેજ એનીવર્ષરી ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન ભાટીયા ખાતે કરીને ઉજવી રહયા છે. જે આજની યુવા પેઢીને નવા સંદેશ સાથે નવી રાહ ચીંધે છે. આજરોજ દત્તાણી પરિવાર કિશોરભાઈને જન્મદિવશની તથા સ્વાતિ-કેતનકુમારને મેરેજ એનીવર્ષરીની શુભકામના પાઠવે છે તેમનો મો.નં ૯૪૨૭૪૨૦૧૧૧ છે.કેતનકુમાર-મો.નં-૯૮૨૪૮૬૯૮૪૯ છે.