દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજનાર ગરીબ કલ્યાણ મેળા અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે આગામી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠકનું ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન આયોજન જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન કરવાની રહેતી કામગીરી અન્વયે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર કે.એમ. જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશભાઈ ખેર, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.