સેવા પ્રવૃત્તિઓ કરીને જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા : હાલાર પંથકના જાણીતા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ દિપકભાઈ ચાવડાના જન્મદિવસ નિમિતે દેવભૂમિ દ્વારકામાં આવેલી શ્રી માધ્યમિક શાળા, મોટી ગોપના વિધાર્થીઓને શિક્ષણમાં તેઓને ઉપયોગી વસ્તુઓ આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જન્મદિવસની ઉજવણી નિમિત્તે બાળકોને સ્કૂલ બેગ, ફૂલસ્કેપ, નોટબુકનું વિતરણ કરી તેમજ ઝૂપડપટીમાં રહેતા નાના બાળકો સાથે સમય વિતાવવામાં આવ્યો હતો.