દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં તા. ૧૨ માર્ચના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. 12 મી માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 ના મુજબના ચેક કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, વીજળી અને પાણી બિલ પાણી, કૌટુંબિક તકરાર, જમીન સંપાદનના કેસ વગેરે માટે નેશનલ લોક અદાલતનું આયોજન તા. 12 માર્ચ ના રોજ નાલસાના એક્શન પ્લાન મુજબ કરવામાં આવ્યું છે.

લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. જેથી આ લોક અદાલતમાં વધુમાં વધુ કેસો મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવી હોય તો ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફોન નંબર 02833-233775 ઉપર સંપર્ક કરવા તેમજ દરેક તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો જે-તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.