ભાણવડની સરકારી વિનિયન કોલેજ ખાતે ટી.બી. જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા ; દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા જિલ્લા ક્ષય કેન્દ્રના પીપીએમ કો-ઓર્ડીનેટર મહિપાલસિંહ જાડેજા દ્વારા ભાણવડ સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે ટી.બી.જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભાણવડની સરકારી વિનિયન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. વિષયક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રાત્સાહન ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.